#પ્રશ્ન
સતત એક પ્રશ્ન ઘૂમરાયા કરે છે મારાં દિલમાં
ખોટ ક્યાં પડી મારાં સ્નેહ નીતરતાં નયનોમાં,
મારા વ્હાલમાં એવી કઈ અધુરપ રહી,
કે મને છોડી બીજાનાં મોહમાં ફસાયો,
અને તોડી નાખ્યો વર્ષોનો નાતો ઘડીના છઠ્ઠા ભાગમાં,
શબ્દોનાં તીર એવાં વાગ્યાં કે
આજે એ રૂઝાયા વગર રહ્યાં અકબંધ