નથી શરમ તો શું કરશું?
નથી ભરમ તો શું કરશું?
ભાગ્ય આધારે જીવું છું,
નથી કરમ તો શું કરશું?
બેઠો આગમાં તોય હસતો,
નથી ગરમ તો શું કરશું?
લૂટું છું અંધશ્રદ્ધા નામે,
નથી ધરમ તો શું કરશું?
આપ મોતનો ડર રહેવા દો,
નથી જનમ તો શું કરશું?
પીડા આંસુએ મરી ગઈ,
નથી મરમ તો શું કરશું?
હેત તો છે લોભ"પ્રતીક"
નથી શરદ તો શું કરશું?
Dp,"પ્રતિક"