*બ્રહ્માંડ*
🌎🪐💫🌙🌍
અખિલ બ્રહ્માંડ અહીં કોને જોઈએ છે....!?
હવે,
મારે તો બસ મારા ભાગનું આકાશ ને બે ગજ જમીન
જોઈએ છે...!!!
સુર્ય ,ચંદ્ર,તારા,ગ્રહો,નક્ષત્રો ખુબ જોયા...!
હવે
બસ જીંદગીમાં
પ્રભુ સંગાથે
પરમ બ્રહ્માંસ જોઈએ છે...!!!
દર્દ પર મીઠું ભભરાવનાર તો ઘણા જોયા...!
હવે
ખુલ્લા દિલે મન
ભરી રડાય એવો મજબુત સહવાશ જોઈએ છે...!!!
નાની નાની વાતે
ઉપરવાળાને
અમથા
યાદ કરનાર
ખુબ જોયા...!
હવે
તો બસ,
ધરતી પર ઈશ્વરની
સાક્ષાત લહેરખી જોઈએ છે....!!!
મુસીબતોનો હલ
આમ તો ક્યાંક બ્રહ્માંડમાંથી જ મળી જશે ....!
હવે
તો બસ,
માનવમાં અવિરત ઉર્જાનીએક
ધધકતી આગ જોઈએ છે...!!!
મરવું તો એક દિવસ સૌને છે...!
હવે,
તો બસ,
જીવવાનો વિશ્વાસ અડગ,અટલ ને અડિખમ
જોઈએ છે...!!!
🌎🙏🏻🌍🙏🏻🌏
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*