#પ્રશ્ન
પ્રશ્ન એક ખુદથી કરૂ છું
કેમ બધા પર ભરોસો કરૂ છું
ખબર છે સ્વાર્થભરી દુનિયા છે
છતાં પણ નિસ્વાર્થ બની ફરી છું
પ્રશ્ન એક તુજથી છે ઈશ્વર
કેમ હું જ બધાથી છેતરાઉં છું
જિંદગી ને જુગારની જેમ રમી છે
હાર છતાં, ખુશીઓ દાવ પર લગાવું છું
પ્રશ્ન એક સમયથી પુછૂ છું
તારી કદર હંમેશા કરૂ છું
તને સમજીને હું મન મનાવું છું
તું કયારે મારો થઈશ એ હજી પણ વિચારૂ છું
-બિંદીયા