#ખાનગી
ખાનગી શું હતું આપણું?
એ કે આપણે એકબીજાના હતાં
એ કે નિહાળવા તરસતાં હતાં
ખાનગી શું હતું આપણું ?
આંખો એકાંત રડતી હતી એક બીજાની
દુવા મંગાતી હતી એક બીજા માટે ની
ખાનગી શું હતી આપણું?
વાતો બધી થાય છતાંય કશુંક રહી જાય
શબ્દો પણ શરમાય જ્યારે નયન મળી જાય
ખાનગી શું હતું આપણું?
બસ એજ કે મજબૂરી જતાવી ન શકયા
વિરહ સહી ને હસતા હસતા જીવી રહ્યાં
દિલોમાં પ્રેમ ને નજરોની નફરત વધારતાં ગયા
બિંદીયા