ઊભા ઊભા લહેરાતા પાક ના મોલ ખેતરના,
પુર ની એકજ ઝપટમાં ધોવાઈ ગયા.
ઉજ્જડ બની ગયું ખેતર ન રહ્યું કંઈ ખાનગી
ડાળી પાંદડાઓથી ઝુલતુ ઘટાટોપ વૃક્ષ
વાવાઝોડા ની ઝપટમાં ખરી પડ્યાં
ઠુઠુ બની ગયું વૃક્ષ ન રહ્યું કંઈ ખાનગી
હર્ષોલ્લાસ અને ઉત્સાહ થી ભરેલી જીદંગીમાં
પુર અને વાવાઝોડું બંને આવ્યાં
વિરાન બની ગઈ જીદંગી ન રહ્યું કંઈ ખાનગી
#ખાનગી