Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શર્મિલી આંખો
---------------------

આ શર્મિલી આંખો નજમ કહી રહી છે,
છે હૈયા થી કેટલી ભોળી, શરમ કહી રહી છે.

પાંપણ ઝૂકવી તારું મલકાઈ ને ચાલવું,
ખુશ્બુથી ઉપવન આખું મહેંકાંવી રહી છે.
આ શર્મિલી આંખો... ( 2)

હોઠો ની લાલાશ ને ખંજન ગાલોનું તારું,
અદા વો માહિર તીર એ નજર કહી રહી છે.
સરકે છે પાલવ તારો જ્યાં જમીન પર,
લટ ઝૂલફોની ચહેરે કેવી સળવળે છે,
આ શર્મિલી આંખો...... ( 2 )

સ્મિતમાં રે તારું કરે સ્વાગત તવજ્જુમે
ચુંમવા લહેરખી હવાની ધીમી વહી રહી છે.
ખણકે છે ગોરા હાથોમાં તારા જ્યાં કંકણ,
રહી નાજુકતા કેવી, નમણી કમર કહી રહી છે.
આ શર્મિલ આંખો.... ( 2 )

સમાઁવી લે મુજને બનાવી શ્વાસ હૈયાના,
સુંવાળી સાંજ '' ભમરા '' હવે વહી રહી છે.
જરા તો કરી લે મહેસૂસ યૌવન જિંદગી તણું
બે હોઠોની મળતી આહટ ગરમ કહી રહી છે.

આ શર્મિલી આંખો નજમ કહી રહી છે.
છે હૈયા થી કેટલી ભોળી, શરમ કહી રહી છે..... ( 2 )

#Shifa_બૂક_માંથી_રચના

Gujarati Shayri by Pravin.. : 111380141
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now