કહું છું વાત દલડાંની તું સાંભળ પ્રિયે
કહું છું વાત દલડાંની તું સાંભળ પ્રિયે...
જાગી ઉઠું છું હું આવતા તારી યાદ પ્રિયે કે જાગી ઉઠું છું હું આવતા તારી યાદ પ્રિયે હવે નથી સહેવાતું આ દર્દ પ્રિયે
કહું છું વાત દલડાંની તું સાંભળ પ્રિયે....
યાદ આવે છે મને એ રાત જ્યારે કરી હતી પ્રેમ ની એ બે વાત પ્રિયે કે
યાદ આવે છે મને એ રાત જ્યારે થઈ હતી મીઠી મુલાકાત પ્રિયે
કહું છું વાત દલડાંની તું સાંભળ પ્રિયે
२१ દિવસનો વિરહ લાગે હવે ખૂબ લાંબો પ્રિયે
ક્ષણ ક્ષણ લાગે જાણે २१ વર્ષ પ્રિયે
કહું છું વાત દલડાંની તું સાંભળ પ્રિયે