"___ભાઈ___"
દરેક પળમાં હેરાન કરે છે,શું કહું,
મારા તો વાળ પણ ખરાબ કરે છે,
કંઈક બોલું એટલે મોઢું ચડાવે છે,
વાંક એનો,માર મને ખવડાવે છે,
દરેક વાતમાં ચીડાવે છે,
રડુ હું અને હંમેશા એ હસાવે છે,
મોઢું મારું ચડેલું હોય,ને નાક એ ફુલાવે છે,
પોતે ના ખાવ તો,એના હાથે ખવડાવે છે,
અરે આ તો ભાઈ છે, દરેક પળમાં સાથ આપે છે.
#હિતાક્ષી 💞