જિંદગીના અંત ને લાવે ગમે ત્યારે,
મોતનું તો એવું આવે ગમે ત્યારે.
શ્વાસ પર પણ એટલો વિશ્વાસ ના રાખો,
અંત સમયે એય તડપાવે ગમે ત્યારે.
ત્યાં કશું ચાલ્યું નથી કોઈનું કદી વ્હાલા ,
મોત છે એ, મોત તપકવે ગમે ત્યારે.
છે દયાળુ એ કફનને ઓળખી લે જે,
ભૂલ ને ભૂલીને અપનાવે ગમે ત્યારે.