Gujarati Quote in Story by Kishan Bhatti

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ભૂમિ નામની છોકરી અને પ્રતીક નામ ના છોકરા ની પ્રેમ વિશે ની વાત અહીં કરવા માંગુ છું .ભૂમિ અને પ્રતીક બને એક જ કૉલેજમાં સાથે અભ્યાસ કરે છે. પ્રતીક મેડિકલ વિદ્યાર્થી છે તો ભૂમિ તે જ કૉલેજમાં કોમર્સ ની વિદ્યાર્થીની છે. બને ની કોલેજ નો સમય પણ એક જ છે સવારે 10 વાગ્યે કોલેજ આવવાનો પણ તે બંને ક્યારેય ભેગા ના થતા હતા ભૂમિ પણ કૉલેજના પ્રથમ વર્ષ માં છે તે અમદાવાદ ના એક પ્રખ્યાત ઉધોગપતિ ની દીકરી છે.ભૂમિ ની વાત કરીએ તો તેના માં ગુસ્સો બોવ જ છે સાથે તે દિલ ની સાફ પણ છે તેના પિતા ઉધોગપતિ હોવાના સાથે સાથે તે કૉલેજમાં ટ્રસ્ટી પણ હોય છે પણ ભૂમિ તેના પિતા ટ્રસ્ટી છે તેનો ફાયદો લેતી નથી તે એક સાવ સીધી છોકરી હોય તેવું જ વર્તન કરે છે તેના પિતા ને પૈસા ની કંઈ કમી નથી અને તેના સત્તાન માં પણ ભૂમિ એક ની એક દીકરી છે તેને તેના પિતા એ લાડકોડથી મોટી કરી છે અને લોકોની ઈજ્જત કરતા પણ શીખવી છે અને કઈ ખોટું થતું હોય તો તેની સામે અવાજ ઉઠાવવાનું પણ શીખવ્યું છે.ભૂમિ કૉલેજ માં પોતાની કાર લઇને આવે છે અને તેને ડ્રાઇવર મુકવા આવતો નથી તે જાતે ડ્રાઇવ કરી આવે છે તેને પોતાની સાથે કોઈ લેવા મુકવા આવે તે ગમતું નથી એટલે તે જાતે જ કાર ચલાવીને આવે છે.ભૂમિ દેખાવે કોઈ અપ્સરા હોય તેવી લાગે છે તેને પોતાના રૂપનું અભિમાન કરટી નથી તેની મોટી મોટી આખો લાંબા વાળ અને તેના ચહેરા પર આવતી લટ તેની ખૂબસરતી માં વધારો કરે છે સાથે સાથે તેના ગાલ માં પડતા ખાડા જ્યારે હસે છે ત્યારે તે ગમે તેને ગમી જાય તેવું લગે છે સાથે સાથે જ્યારે તે હસે છે ત્યારે તેનો એક દાંત જેને આપને ગામણિયો દાંત કહીયે છીએ તે દેખાય ત્યારે તે કૈક અલગ જ લાગે છે કોઈને પણ એકવારમાં જોતા જ ગમી જાય તેવું તેનું રૂપ છે.સાથે સાથે તે ભણવામાં પણ બહુ જ હોશિયાર હોય છે તે ધોરણ 12 માં સ્કૂલ માં ફર્સ્ટ આવી હતી અને કોઈની લાગવગ તેને ગમતી નથી તે પોતાની જાત પર જ વિશ્વાસ સાથે આગળ વધે છે અને તે જ કરવા માંગે છે તે કરી ને જ રહે છે સાથે તે જિદ્દી પણ એટલી જ હોય છે.આજે તેનો કૉલેજમાં તેનો પહેલો દિવસ હોય છે અને તેને કૉલેજમાં આવતા જ કૉલેજમાં આવતા ત્યાંનું વાતાવરણ તેને અનુરુપ હોય તેવું લાગે છે.તે કૉલેજમાં કાર પાર્ક કરી તે તેના ગ્રાઉન્ડમાંથી તે ક્લાસ તરફ જાય છે.અને તેને કૉલેજ નું વાતાવરણ માફક આવતું હોય એવું લાગે છે પહેલા દિવસે એટલું ખાસ કંઈ કોલેજમાં હોતું નથી પણ તે થોડા મીત્ર બનાવા માટે તે તેના જ કલાસરૂમ માં સાથે તે દિવસ જે છોકરી હોય અને તેની સાથે બેઠી હોય તેને તેનું નામ પૂછે અને અને સામે થી જવાબ આપે છે મારું નામ મયુરી અને તારું નામ.તો સામે છેડે થઈ ભૂમિ જવાબ આપે છે મારું નામ ભૂમિ છે અને હું અહી અમદાવાદમાં જ રહું છું.ભૂમિ મયુરી ને પૂછે છે તારું ગામનું નામ સુ છે તો તે કહે છે મારા ગામનું નામ અહીં અમદાવાદ થી થોડે દુર ધંધુકા છે અને બને એકબીજાના ગામનો પરિચય આપે છે અને એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરે છે

Gujarati Story by Kishan Bhatti : 111379258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now