આજે જીવ બચાવવાની હોડમાં લાગ્યો છે માણસ,
નિષ્ક્રિય થઈને ઘરમાં પેઠો છે માણસ.
સો સો સલામ એમને જે જીવ સટોસટની બાજી ખેલી રહ્યા છે,
પારકાને પોતાના બનાવી એમનો જીવ બચાવી રહ્યા છે.
શું હશે એમના સ્વજનોની મનસ્થીતી?
કેમ કરીને સંભાળતા હશે પોતાના હૃદયની ગતિ?
કેમ કરીને આભાર માનવો "નિમિકા" આ ધુરંધરોનો?
શું આપણે ઉપકાર ઉતારી શકીશું આ મસિહાઓનો?
ભગવાન પણ પોતાની પ્રતિકૃતિ જોઈને હરખાતો હશે,
પોતાના ઘડતર પર અભિમાન કરતો હશે.
સો સો સલામ ધરતી પરના ભગવાનને,
કોટિ કોટિ પ્રણામ ધરતી પરના મસિહાઓને.
નિમિકા.
આભાર માનું છું એ ડોકટરોનો,પોલીસકર્મીઓનો,
અને દરેક વ્યક્તિઓનો જે આ લડાઇમાં કોઈ પણ સ્વાર્થ વગર જોડાયેલા છે.
#નિષ્ક્રિય