કેન્દ્રમાં નિર્મલા ને ગુજરાતે જયંતિ રવિ,
દેશ અને ગુજરાતની સુધારી રહ્યા છે છવી,
મથી રહ્યા છે મોદી ને રીતો વિચારે અવનવી,
જન જાગૃતિ માટે કંઈ કવિતાઓ રચી રહ્યા છે કવિ,
મહામારીનું ફેલાવું કાંઈ વાત નથી આ નવી,
સ્વાઈન ફલૂ, બર્ડ ફલૂ, પ્લેગ ને વળી જોયા કંઈક મરકી,
માણસ મહાનતાના વાજા વગાડે ત્યારે કુદરત લઇલે ફીરકી,
ઈરાન, અમેરિકા, સ્પેન, ચીન ને બાકી ન રહ્યું ઇટલી,
જગત જમાદાર પણ પાણી ભરે જ્યારે કુદરત તપાવે કીટલી,
શાકાહાર તરફ વળીએ ને હાથ જો કરીએ ખાસા,
સંસર્ગ નિષેધ ને માન આપીએ તો રોગમુક્તિની આશા,
પૃથ્વી પર જ જીવન છે સાચવો એ જ અભિલાસા,
એમાં પાંગળા છે બધા ઈસરો હોય કે નાસા