દિયોર કોરોના તેતો હઉને રંજાડયા
ગોમ શહેરો મો ફેલાઈ
આખા દેશ હાહાકાર મચાવ્યા
તું ચો વાઇરસ થઈ ને આ જગતમો મર્યો
દવાખોના ના ખાટલા ભરાયા
આયો છેક ચાઇના થી
ટણપા તારા ચમ ના તે ટોટિયા ભગાવ્યા
ગોમ આખાય સમાચાર વોચી તારા
મગજ મો તારા નોમ ના ગાભા ભરાવ્યાં
ઓસામો બાકી રહી જતું તે
અમોન ઘર મો પુરી
દુકોનો મો તાળા મરાવ્યાં
ઘેર રહી ને માં એ માળિયે ચડાવ્યા
બનાવી વેફર ને સાલેવડા પડાવ્યા
માથું ચકરે ચડે વિચારી ને એ પતિઓનું
ઇયોન તો ખાવાનું શીખવાડી
ને વાહણ સાફ કરવી પોતા કરાવ્યા
ભઇ ખાવી તી મારે પકોડી ને દાબેલી
તે તો ઇયોન ધંધાય બંધ કરાયા
કરતા તા મજૂરી બે ટેમ ખાવા
તે મજૂરી બંદ કરાઈ ને ભૂખે મરાવ્યાં
તે પૈસે ટકે તે બધાય ને સાફ કરાયા
ચો જાવું કોય હુંજતું નથી ઘર મો
ઘર ની બાર નેકળ્યા તો
પોલીસ ના ભોંઠા ખવડાવ્યા
ગોમ અખાને કેહવું સે ઘણું
તે અમોન કુંભ કરણ ના ભાઈ બનાવ્યા
એક વાર દેખાતો ખરી
ધોઈ નોખું ધોકો લઇ તને
તે લાચારો ને હાથ જોડાવ્યા
સુધરી ને જાતો રે ઓયથી
નહીં હજી તો
મેં ભુવા ધુણાવ્યાં
સલામ એ ડોકટરો ને જેને તને હરાવ્યા
લાશ ભલે તે બનાવી જીવ લઇ
બચાવી લાખો કરોડો ને
તારા મોઢા પર તમાચા માર્યા
દિયોર કોરોના તે હઉને રંજાડયા...Devang