Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકડાઉનથી લાધેલા સત્યો : ૧

# પહેલી વખત સમજાઇ રહ્યું છે કે, જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે !

# પીઝા, બર્ગર , જેવા બહારના ખોરાક અને ઠંડપીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે એ પણ જાણવા મળ્યું.

# હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે એ જ્ઞાન થયું

# ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત સાથે પણ સમય વિતાવી શકાય છે

# જેન્યુઇન લાઇફ કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે !

# ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી શકાય જ છે, તમે જીવી જ રહ્યાં છોને.

# ફાલતુ એકપણ પૈસો ખર્ચ કર્યા વગર પણ સરળતાથી દિવસો પસાર થઇ શકે છે !

# પહેલી વખત સમજાય રહ્યું છે કે, વોર્ડરોબ/શુઝ રેક/ડ્રેસિંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે !

# ઘરને આટલી આત્મીયતાથી પહેલી વખત ફિલ કરી રહ્યાં છીએ !

# સવારે શેડયૂલ મુજબ જાગવાની કે રાતે સમયસર સુવાની જંજાળમાંથી પહેલી વખત મુક્તિ મળી છે !

# આ જ લાઇફસ્ટાઇલ રહી તો મહિનાઓ સુધી ન કમાઈએ તો પણ ઘર - રસોડું ચાલે, તેની ખાત્રી થઇ ગઇ છે !

Gujarati Blog by Kotak Sanket : 111378604
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now