તે લોકડાઉનના સમયમાં મોટાભાગનો સમય ઘરે બેસીને બોર થઈ જતો હતો.ઝડપથી પાસવર્ડના કોમ્બિનેશન સેટ બદલાવી રહ્યો હતો.સિંગલ હતો ત્યાં સુધી તો મનફાવે ત્યાં સુધી એફબી પર એક્ટિવ રહીને લોગાઉટ કર્યા વગર ક્લોઝ કરી દેતો પરંતુ મેરિજ પછી મોટાભાગનો સમય રવીના જ તેનું એફબી એકાઉન્ટ યુઝ કરતી હતી.હવે તો રવીના અને તે દુર હતા.તેણે સાચો પાસવર્ડ ન મળતા છેવટે કંટાળીને વાઇફને દુર બીજા શહેરમાં ફોન જોડ્યો.પાસવર્ડ માંગતા પહેલા થોડીક ઔપચારિક વાતો થઈ.એક દીકરી હતી, તેની કસ્ટડી વાઈફ પાસે રાખવાનો કોર્ટે હુકમ કરેલો હતો.તેણે ફોન જોડ્યો, વાતો થઈ.દીકરીના ખબર અંતર પણ પૂછ્યા.હળવેક રહીને પૂછ્યું પણ ખરું કે તને મારા એફબી એકાઉન્ટનો પાસવર્ડ ખબર હોય તો આપને? તેણે પાસવર્ડ ન આપ્યો પણ હજુ માંડ બોલતા શીખી તેવી દીકરીને ફોન આપ્યો..નાની ઢીંગલી ફોન ઉપર સતત"પાપા..પાપા.. પા.." કરી રહી હતી.
#પાસવર્ડ