Gujarati Quote in Microfiction by Nilay

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🏻 થોડુંક વિચારજો* 🙏

*> જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે તેવી ખબર આજે પડી.....!*

*> પીઝા, બર્ગર જેવા બહારના ખોરાક અને ઠંડાં પીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે તેવી ખબર આજે પડી.....!*

*> હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે તેવી ખબર આજે પડી.....!*

*> હવે મોંઘીદાટ ટિકિટ ખરીદીને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ના જઈએ અને પરિવાર સાથે ઘરે બેસીને ઘરના નાસ્તા સાથે પિક્ચર માણી શકાય છે તેવી ખબર આજે પડી.....!*

*> ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત અને પરિવાર સાથે પણ ઉત્તમ સમય વિતાવી શકાય છે તેવી ખબર આજે પડી.....!*

*> જેન્યુઇન લાઇફ ખરેખર કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે તેવી ખબર આજે પડી.....!*

*> ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી જ શકાય છે તેવી ખબર આજે પડી.....!*

*> ફાલતું એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ઓછા પૈસામાં પણ સારી રીતે સરળતાથી દિવસો પસાર થઈ શકે છે તેવી ખબર આજે પડી.....!*

*> વોર્ડરોબ / શુઝ રેક / ડ્રેસીંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે તેવી ખબર આજે પડી.....!*

*> ઘરને અને પરિવારના સભ્યોને આટલી આત્મીયતાથી ફીલ કરી શકાય છે તેવી ખબર આજે પડી.....!*

*> સવારે શીડયુલ મુજબ જ જાગવાની કે રાતે સમયસર સુઈ જ જવું જરૂરી નથી તેવી ખબર આજે પડી.....!*

*> આ જ લાઇફ સ્ટાઇલ રહી તો ઓછું કમાઈએ તો પણ ઘર-રસોડું ચાલી શકે અને માનસિક શાંતિ મળી શકે તેવી ખબર આજે પડી.....!*

*> અંતિમ સત્ય:*
*મરણ પછી સ્મશાનયાત્રામાં WhatsApp / Facebookના હજારો સગાં-મિત્રોમાંથી ફક્ત પાંચ જ સંબંધો કામમાં આવશે તેવા સનાતન સત્યની ખબર આજે પડી.....!*
🙏🏻🙏🏻

Gujarati Microfiction by Nilay : 111378380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now