મારા હૈયામાં તારા નામનો પાસવર્ડ એન્ટર કર્યો,
ત્યાં ખુલી તારા નામની સઘળી આ યાદો...!!!
તારા સિવાય કંઈ બચ્યું છે ક્યાં હવે દિલમાં,
જોઈ લે આમ તેમ ફંફોસી મારી જાતને,
મળશે આપણી ઘણી મૌન મુલાકાતો...!!!
આપ્યું છે એ કેમ ભૂલાય હવે મારાથી ?
સંગ્રહી રાખ્યું છે લોકડાઉન કરી આ હૃદયામાં,
તારા જ સ્મરણો, તારી જ ખાટી મીઠી વાતો...!!!
#કેપ્ટન @શ્યામ
#પાસવર્ડ