*કુળદેવીને પ્રાર્થના*
🕉️🪔🔔🪔🕉️
*હે મૉં !*
*કુળેશ્વરી મૉં !*
*મહેર કરો !*
*રહેમ કરો !*
*સૌ મનમાં ને મનમાં મુંજાતા !*
*અજાણ્યા ભયથી અટવાતા !*
*કેમનું થશે?*કેવી રીતે થશે?* *રહીશું ક્યાં સુધી સલામત?*
*પ્રશ્નો ઘણાય મનમાં ઉદભવતાં !*
*હે મૉં!*જગતજનની*,
*તું જ કાંઈ મારગ કાઢ હવે!*
*દુનિયાભરના માનવો સૌ રહ્યા છે ધ્રુજી,*
*ધરતી પણ એક અજાણ્યા વાયરસથી છે ધ્રુજી!*
*હે મૉં !*
*તું સુન મારી આજીજી !*
*કરૂ બે હાથ જોડી !*
*ભુલ જો થઈ હોય તો કરી દે માફ!*
*છોડીશ ના અમારો હાથ!*
*અમે બાળ તારા નાનુડા કરીએ પોકાર!*
*રહેમ કરો !*
*મહેર કરો!*
*આ આફતની ઘડીમાંથી કાઢો બહાર!*
*કરો ઉધ્ધાર!*
*ઉગાડ નવલો દિવસ!*
*તું કર નવલી સવાર!*
*સૌ રહે હેમખેમ ને સદાબહાર!*
*હે મૉં !*
*કરો તમારી રહેમ!*
*કરો તમારી મહેર!*
*હે બિરદાળી!*
*બતાડ તારો પરચો!*
*લહેરાવ તારો પરચમ !*
*સંભળાવ તારા પડઘમ !*
*ભગાડ ભારી વાયરસ તણી આ ભુતાવળ !*
*બચાવ તારી આ લીલુડી ધરતીને ભેંકાર,બેકાર ને સુનકાર થતી !*
🙏🏻🔔🪔🔔🙏🏻
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*