Gujarati Quote in Motivational by mrugesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દેશ આઝાદ થયો ત્યારથી લઇને અત્યાર સુધી લગભગ ક્યારેય ના જોઇ હોય તેવી કટોકટીનો સામનો કરી રહ્યો છે.....કદાંચ આપણે હજી સુધી કાબુમા રાખી શક્યા છીએ....પણ જો ધ્યાન નહી રાખીએ તો સમજી લેજો કે આપણે નિશ્ચિત બર્બાદી તરફ આગળ વધી રહ્યા છીએ....જે આપણને હાલ ધીમુ ઝેર લાગે છે તે આવનારા પંદર દિવસમા ધીમુ ઝેર નહી રહે....રિતસરનો કાળો કેર વર્તાવશે....જેનુ પરિણામ અેટલુ બધુ ગંભીર હશે કે વિચારતા પણ કંપારી છુટી જાય તેવી છે....ખાસ કરીને મુંબઇ અને દિલ્હી જેવા ગીચ એરિયામા....
તમે જાતે વિચારજો કે આપણે હજી ય લાલિયાવાડી જ કરતા રહીશુ તો આપણે ભયંકર ત્રાસદી વેઠવી પડે તેમ છે...જ્યા કોઇ આયુશ્માન કાર્ડની યોજના કામમા આવે તેમ નથી...
આપણે સિરીયસ નથી,દરેકને વિનંતી છે કે બી કેરફુલ...ચોકસાઇ જ એકમાત્ર ઉપાંય છે હાલ પુરતુ.....
આપણે હજી ય અેવુ જ વિચારીએ છીએ કે આ દેશમા ભુખમરાથી વધારે લોકો મરે છે,કોરોનાથી મરવાનો રેટ બહુ ઓછો છે....આ મુર્ખ લોકોએ સમજવુ પડશે કે ભુખમરો કદાંચ અટકાવી શકાય...પણ હાલ પુરતુ વાઇરસને અટકાવવાનો જે ઊપાય છે તેની ઉપર કામ કરો...
તમે જાણો જ છો કે આટલા ગીચ દેશમા સરકાર પણ કરી કરીને કેટલુ કરે?
અહિંયા લોકો ઝાઝરુ બનાવવા માટે ય જો સરકાર પાસે અપેક્ષા રાખતા હોય તે દરેકને માટે ચેતવણી છે કે ધ્યાન રાખજો...નહિંતર સરકાર કે અંગત ઘર વાળા એકે ય કઇ નહી કરી શકે...
મારા અા શબ્દો થોડા કડક છે,પણ કહેવાનો અર્થ મારે સમજાવવો પડે તેમ નથી....🙂

Gujarati Motivational by mrugesh : 111378128
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now