" ઉઠો જગો ...ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
આજે મને એક સવાલ થાય છે મારી જાત સાથે.. શું કરી રહી રહ્યો છું??? આખી દુનિયા અત્યારે ભય માં જીવી રહી છે...એમાં આપણે શું કરી રહ્યા છે???
રોજ સવારે ઉઠ્યા..વોટ્સ અપ..જોઈશું કોઈ નવો msg તો નથી આવ્યો ને...corona નો...સ્કોર બોર્ડ ની જેમ વેબસાઇટ ચેક કરીશું...આંકડો કેટલા ને પાર થયો?? નાહી ધોઈને ટીવી સામે ગોઠવાઈ જઈશું...આજ તક..ઇન્ડિયા ટીવી...વીટીવી વાળા જાણે આપની રાહ જોતા હોય એમ..corona..corona corona....અરે શું...યાર હદ થાય છે...
એક 400 માઇક્રોન નો virus...આખી દુનિયા ને નચાવે છે.. કારણકે...આપણે માનવજાત...એ થવા દઈએ છીએ...એ ઈચ્છે છે કે આપણે સંક્રમિત ( infected) થઇએ..આપણે પૂરા થઈ જઈએ ...પણ ના આપણે કંઇજ કરવું નથી...
લૉકડાઉન ...ની તો મજાક બનાવી રાખી છે...એક સામાન્ય વ્યક્તિ ને સમજાય કે બહાર નીકળવા થી ઇન્ફેક્શન લાગશે..તો પણ જોવા નીકળવું છે...અરે ભાઈ શું જોવું છે તારે???
જોવું હોય તો તારી અંદર જો?
પોતાના પર સંયમ રાખી શકાય તો એ રાખ...
વિચારો ..
" લોકડાઉન" ...લાંબો સમય વધારે ચાલે તો શું કરશું???
બાળકો અને કુટુંબ ના વડીલો ને કેવી રીતે સચાવશું???
તમારી અને તમારા પરિવાર ની તબિયત કેવી રીતે સારી રહેશે??
તમે ખરેખર આ મહામારી માટે તૈયાર છો??
21 દિવસ ખાલી ટાઇમપાસ કરવા નથી આપ્યા...તમને કોઈ જેલ માં નથી પૂર્યા...તમને કોઈ સજા નથી ફટકારી...કે રાહ જોવો છો...ક્યારે 21 દિવસ પૂરા થશે...
21 દિવસ ની...21 સેકંડ પણ waste ના કરો...તમે તમારી જાત ને તૈયાર કરો..ઈટલી, ચીન, યુએસએ..જેવા દેશો જે ભૂલ કરી..એમાંથી કઇ શીખવું પડશે જ..એટલે શીખવું પડશે જ...આજે કઇ નહિ વિચારો તો...કાલે કઇ વિચારવા જેવું નહિ રહે...
આપણા બાળકો ને ફરી થી સારું જીવન જીવી શકે એ માટે આજે આપને આ corona ના રાક્ષસ ને હરવવો જ રહ્યો...તમારી અંદર ના એ માનવ ને જગાડવો જ રહ્યો ...કઇ નહિ તો તમારી જાત ને બચાવી શકો તો પણ બહુ થયું...
ચિંતા તો તમારી પોતાની કરો તો પણ બહુ છે...બીજા ની ચિંતા અપો આપ દૂર થઈ જશે...
આજ થી એક સંકલ્પ કરીએ...એવા વિચારો ની ચર્ચા કરીએ કે...આપને આ corona virus રૂપી રાક્ષશ ને કેવી રીતે હરવીએ??? કેવી રીતે એમના થી બચી શકાય??? કેવી રીતે survive કરી શકાય???
( નોંધ: ખાસ કરીને મજાક ના વીડિયો કે msg સદંતર બંધ કરીએ..ખોટી અફવા ના ફેલાવીએ...) આરીતે પણ આપણે દેશ ને સેવા જ કરી રહ્યા છે..
મને આશા છે કે તમે તમારી સવાર સુધારી હશે..
ઓમ શાંતિ
"બ્રિજ રાજ"