#ભુતકાળ
ભુતકાળ માં નદી ની રેતમાં રહેતું નગર મળે કે ના મળે.
ફરીથી આ દશ્ય સ્મૃતિપટ પર યાદ કરી લેવા દો.
પરિચિતો ઘરાઇ ને જોઈ લેવા દો!
આ હસતાં ચહેરા , આ મીઠી નજર ફરીથી મળે કે ના મળે .
રડી લો આજ સંબંધો ને વીંટળાઇ ને ,
પછી કોઈ ની ખબર મળે કે ના મળે .
વતન ની ઘુળ થી માથું ભરી લઉં મારુ,
આ ધુળ ફરી જિંદગીભર મળે કે ના મળે .
ભરી લો શ્ર્વાસ માં ભીની માટી ની મીઠી સુગંધ ,
ફરી આ હવા મળે કે ના મળે . #ભુતકાળ