Gujarati Quote in Poem by Ronak Kamdar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધી જ વ્યથાઓ હું થોડી જ ક્ષણોમાં કહું
જો તું મારા શ્વાસને થોડી વધુ રફતાર દે !

રામાયણ જોવા ઘેલી થયેલી ડોશીએ આજે
ડોસાને કહ્યું "ચશ્મા થોડો વખત ઉધાર દે" !

ગરીબી એક ક્ષણમાં નાબૂદ થઈ જવાની છે
મજૂરની દીકરીને નવવધૂ જેવો શણગાર દે !

ઘરની બહાર કેમ નીકળવું ? એનો પ્રશ્ન વિકટ છે
પેહલા તું એના જીવનમાં ઘર-બાર દે !

કેલેન્ડરનું પાનું ફેરવવા પણ હિંમત જોઈએ
દરરોજ નવી ઘટનાઓને કોણ આવકાર દે !

ભીંજવવી છે દુઃખની આ આગને 'અંદાજ'
ફરી એક વખત રાગ તું મને મલ્હાર દે !


#ભૂતકાળ

Gujarati Poem by Ronak Kamdar : 111377702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now