#ભૂતકાળ
ચંચલ હતી, પાગલ હતી, તારી તો હું દિવાની જ હતી
વાતો કરતી, સપના જોતી, તારાથી જ પ્રભાવિત હતી
સૂનમૂન હતી જીંદગી, નદીની જેમ ઉછાળો મારતી બની
દરિયાની ખારાશને પણ મીઠાસમાં બદલી દેતી હતી
શણગાર ને અરમાનો વડે ખુદથી ખૂબ હરખાઈ હતી
ના કોઈની હતી બસ તારામાં જ એવી સમાઈ હતી
કાલ કપટથી તો કયાં કદી મારો નાતો રાખ્યો હતો
સંગ તારી દુનિયાને પણ જાણે પોતાની બનાવી હતી
અવસર આવ્યો જે મુજ દિલ પર દૂરીયોનો ત્યારે જ
ભૂતકાળમાં થયેલી કેટલીય ભૂલ હવે સમજાઈ હતી
બિંદી પંચાલ બિંદીયા
વડોદરા