આઝાદી ની કિંમત આજે સમજાઈ રહી છે ...
સંગ રહેનાર ને હવે એકાંત માં ક્યાં ગમે છે ...
થઇ ગયો માનવી લાચાર આજે ...
કુદરતે પોતાની તાકાત બતાવી છે ...
ભૂલો કોની હવે એ ક્યાં શોધવાની છે ...
બસ ,નવી ભૂલો ન થાયે જ હવે જોવાની છે ...
કુદરત નો જ આ કહેર છે ...
એ વાત જ હવે સમજવાની છે ...
વાત હવે માનવી ને ઘર માં રહેવાની છે ...
વાત હવે જીવન ને બચાવવા ની છે ...
ખુશ થા માનવી પરિવાર તો સાથે છે ...
ઘણા તો પરિવાર થી દૂર પણ આજે છે ...
ઘણા ને તો પરિવાર ને મળવા ની તડપ જાગી છે ...
ઘણા ને ઘર પણ જેલ લાગે છે ...
આઝાદી ની કિંમત હવે સમજાય ગઈ હોય એવું લાગે છે ...
વાત હવે સમજવાની છે ...
વાત હવે બસ ઘર માં રહેવાની છે ...
વાત હવે બસ ઘર માં રહેવાની છે ...
હેતલ .જોષી ...રાજકોટ