Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ઉપાય કરવાથી મળશે ઝડપથી નોકરી અને પ્રમોશન

તમે તમારા કામને લઈને બહુ જવાબદાર છો અને હંમેશા મહેનતથી કામ કરતા હોવ છો તેમ છતાં તમને સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોય તો આ ઉપાયો કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. પ્રોફેશનલ લાઈફમાં સમસ્યા આવી રહી હોય અને માનસિક શાંતિ ન મળતી હોય તો આ ઉપાયો તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

સૌથી પહેલા કરો આ કામ :

પોતાના વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો. જેથી તેમના દ્વારા ઉભી કરવામાં આવતી નવી મુશ્કેલીઓને જલ્દી દૂર કરી શકાય અને પોતાના કામ પર ધ્યાન આપી શકાય. તેના માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

ઘરમાં પૂજા સ્થાન પર બજરંગબલીનો ફોટો એવી રીતે રાખવો કે ભગવાનનું મોઢું દક્ષિણ દિશાની તરફ હોય. દરરોજ પૂજા-પાઠ કરવાથી અને સાચા હૃદયથી ભગવાન પાસે સફળતાની પ્રાર્થના કરવી.
ભગવાન ગણપતિ શુભ-લાભ અને રિદ્ધિ-સિદ્ધિના દેવતા છે. તેમજ બુદ્ધિના સ્વામી છે. પ્રોફેશનલ લાઈફમાં આવી રહેલી અડચણો દૂર કરવા માટે ગણપતિની પૂજા કરવી ખાસ કરીને બુધવારે. ગણપતિ પૂજામાં ભગવાનને દૂર્વા જરૂરથી ચઢાવવી. દરરોજ 5 દૂર્વા ગણપતિને અર્પિત કરવી. બુધવારે લીલા કલરના વસ્ત્રો પહેરવા જોઈએ તેનાથી લાભ થશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111377258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now