ભૂતકાળ ને ભૂલવો કહો કયાં સહેલો હોય છે.
વર્તમાન ગણિત નો અઘરો દાખલો હોય છે.
ખાટી મીઠી યાદો ના સ્મરણ શ્વાસ મહીં જીવે,
ના છૂટે ના છૂટે શ્વાસ ભલે એ છેલ્લો હોય છે.
ભવિષ્ય ની ચિંતા મહીં બસ જીવતા રહ્યા અમે,
સુંદર વર્તમાન બસ ગમેતેમ ભૂલાતો હોય છે.
હતું એ ભૂલી જાવ તો સારું આજ માટે અનિલ, ભવિષ્યવાણી ખોટી હોય એ દાખલો હોય છે.
#ભૂતકાળ