Gujarati Quote in Quotes by Jignesh Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# પહેલું સુખ તે જાતે નર્યા. #
વાઇરસ વિશે આપણે જાણીએ કે ન જાણીએ પણ સાવચેતી માટે આટલું જરૂર સાચવવા પ્રયત્ન કરીએ
દોસ્તો હવે આ ચેપ ના મહત્તમ સ્ટેજ માં આપણે આવી ગયા છીએ ત્યારે અગત્યની વાત એ છે કે
હવે આપણે બધા ઘરમાં તો રહીએ જ છીએ પણ
સાચવવાની વાત એ છે કે હવે બહારના કોણ આપણને ચેપ લગાવી શકે છે,તેમાં એક તો આપણે
શાકભાજી ,કરિયાણા કે દૂધ લેવા જઈએ ત્યારે તો આપણે પૂરતી કાળજી રાખીએ જ છીએ પણ જો શક્ય હોય તો તેના માટે પણ નાહયા પહેલા જવાનું રાખો કે જેથી કરીને શરીર પણ સ્વચ્છ થાય અને કપડાં પણ બદલી શકાય કે પછી જતા પહેલાં અને આવ્યા પછી સાબુથી હાથ ધોવા કે સેનિટાઈઝર ખાસ લગાવો અને ખાસ તો આપણાં ઘરે શાકભાજી કે દૂધ લઇને જે ફેરિયાઓ આવે છે તેનું વધુ ધ્યાન હવે રાખવાનું છે,કારણ કે મોટાભાગના ફેરિયાઓ માસ્ક કે સેનિટાઈઝર નો ઉપયોગ નથી કરતાં અને મોટાભાગના લોકો તેમની સામે માસ્ક વગર જ ઉભા રહીને ખરીદી કરે છે જે જોખમી છે.ઉંમરલાયક લોકો પણ તેમની સાથે માસ્ક વગર વાતચીત કરતાં હોય છે.તેથી ફેરીયા સામે માસ્ક વગર બહાર નીકળવું નહીં. તમારી કે બીજા ની એક ભૂલ તમને કે આખા પરિવાર ને જોખમમાં મુકી શકેછે. માટે શક્ય હોય તો કાળજી રાખો અને વાત ગમે તો શેર કરો,
તમારો હિતેચ્છુ, જીજ્ઞેશ શાહ...

Gujarati Quotes by Jignesh Shah : 111376965
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now