અંતરમાં શોધવા બેઠી એક પ્રવાસ,
ને તેમાં એ દિવસની યાદ જડી...
જરા ઝાંકીને જોયું એ યાદમાં,
તો ભૂતકાળની એક કડી જડી...
કાંપતા હસ્તે ઉઘાડી એ કડી,
ને જોતા એ આંખો મારી રડી...
ધૂંધળી આંખે પણ દેખાયું સ્પષ્ટ ચિત્ર,
ને જાણ્યું જિંદગીની ઉત્તમ હતી એ ઘડી...
ખુશીઓ પણ જાતે શોધતી ત્યારે અમને,
ક્યારેય એને શોધવાની જરૂર જ ન પડી...
એક પલકારામાં છીનવાઈ ગઈ ખુશીઓ,
ક્યારે? એ ખબર પણ ન પડી...
સાથે હસતા, લડતા, જમતા ને રમતા,
પણ આજે તો કોઈ રમત જ ન જડી...
ક્યારેક આવશે ખરેખર એ ક્ષણો પાછી,
એવી આશાઓમાં હું ડૂબી પડી...
કરી તાજી આજના અવિસ્મરણીય દિ'ની ઘડી,
ફરી તારા અનહદ પ્રેમમાં હું સરી પડી...
-બંસરી
#ભૂતકાળ