પ્રસંગો આવેલા જીવનમાં એમ વીતી ગયા ભૂતકાળમાં,
કોઈક વાર જીતી ગયા તો કોઈક વાર હારી ગયા ભૂતકાળમાં.
હતા અમીર ત્યારે હતી મહેફિલ ઘણાં દોસ્તોની,
સાચા મિત્રો જ દોસ્તી નિભાવી ગયા ભૂતકાળમાં.
મરીઝ, ઘાયલ, ખલીલની દીવાનગી જોઈ છે?
પ્રેમ અને સાચી ગઝલ સમજાવી ગયા ભૂતકાળમાં.
પીઝા, બર્ગર, પાસ્તા એ બધા હવે ભાવતા થયા,
માંના હાથે બનેલાં રોટલા ભાવી ગયા ભૂતકાળમાં.
પ્રેમીઓ, મિત્રો, સગાઓ સૌ આવ્યા જીવનમાં,
મોત વેળે આંખમાં આંસુ આવી ગયા ભૂતકાળમાં.
- વિજય ગોપલાણી
#ભૂતકાળ