#ભૂતકાળ ને ક્યાં હોય છે પાંખો?
તો પણ ઉડી જાય છે આતો!
સપના ને ક્યાં હોય છે આંખો?
તો પણ જોવે છે આ રાતો!
દિલ માં ક્યાં હોય છે જગ્યા?
તો પણ ઘણાં રહે છે અહીયા!
શબ્દો ને ક્યાં હોય છે ધાર?
તો પણ ખુંપી જાય છે આરપાર!
સમય ને ક્યાં હોય છે પગ?
તો પણ ચાલ્યો જાય છે આતો!
-બેનામ
#ભૂતકાળ