સાવ નવરા છો ?
ના હું તો નથી!
કેટલાય દિવસ ના પેન્ડિંગ કામ આજે પૂર્ણ કરવાનો સમય મળ્યુ છે.
મારા ઘર ની એ દીવાલ જે રવિવારે જ દેખાતી હતી ત્યાં જુની યાદો ને સજાવી છે.
મારા પુસ્તકો ના દરેક પાના ઓ ને સ્પર્શ કરી તેની અલગ સુગંધ ને અનુભવ્યું છે.
બગીચા માં ખીલતા ફૂલો ને જોયા છે તો આંગણા માં જુલતો મારો હિચકો એની મજા જ અલગ હો!
નવી નવી વાનગીઓ બનાવી છોકરાઓની ફરિયાદ દૂર કરવાનો પ્રયાસ
અને સાસુમા સાથે સાંજે સત્સંગ ની ધૂન .
આવા કેટલાય મારા પેંડિંગ કામો ને પૂર્ણ કરવા નો અવસર મળ્યુ છે.
હા પીડા અનુભવું છું કોરોના વાયરસ થી વિશ્વ માં થતી મહામારી થી, પણ ઘરે જ બેસવું એનો ઉપાય છે તો ચાલો કરો પૂર્ણ તમે પણ તમારા પેન્ડિંગ કામ.
જય શ્રી કૃષ્ણ