હાલો કોમેન્ટ માં તાન્કા બનાવીએ
જાપાની કાવ્ય પ્રકાર (હાઈકુ ની જેમ જ)
5 અક્ષર-7અક્ષર-5અક્ષર-7અક્ષર-7અક્ષર
બસ આમ પાંચ હાર બનાવવાની છે ત્રીજી અને પાંચમી પંક્તિ માં અસરકારકતા કે ચમત્કૃતિ લાગવી જોઈએ સળંગ વાક્ય જેવું ન બનવું જોઈએ..
નીચે ઉદાહરણ જોવો.....
1.
એ સમજાયું,
સાવે ફોગટ ખર્ચ્યુ
જીવન પણ..!
બિનજરૂરી બોજો
સ્પષ્ટ થયો આજ કાલ...!
2.
ઉડવું હતું,
તોય વેંઢાર્યો ભાર
રહ્યો ગદર્ભ,
અરમાન પંખીના...
ખંખેરી નાંખુ બોજો!!!!
--દેવાંગ દવે