ચિત્ર અને ચરિત્ર દેખાય તેવા હોતા નથી.
ચિત્ર કે ચરિત્ર સમજાય તેવા હોતા નથી.
ચિત્રકારી સપ્તરંગી મેઘધનુષના રંગ માંથી,
બહુરૂપી દુનિયાના બધા જ રંગ હોતા નથી.
રંગ તો અસલી હતા ચહેરા ચીતરવા માટે,
મળતા બધા ચહેરા કઈ અસલી હોતા નથી
ચિત્રકારી કુદરતની કેવી અલોકિક છે અનિલ,
હું કયારેક કયારેક મને પણ ઓળખતો નથી.
#ચિત્ર