આજે થયું ઘરમાં રહીને કે,
આ પક્ષીઓના કલરવ ને સાંભળવાની પણ,
કંઇક અલગ મજા છે..
આજે થયું ઘરમાં રહીને કે,
જૂની યાદોને વાગોળવાની પણ,
કંઇક અલગ મજા છે..
આજે થયું ઘરમાં રહીને કે,
આ પ્રદૂષણ વિનાની પ્રકૃતિને નિહાળવાની પણ,
કંઇક અલગ મજા છે..
આજે થયું ઘરમાં રહીને કે,
પત્તા,સાપસીડી કે ઇષ્ટો રમવાની પણ,
કંઇક અલગ મજા છે..
આજે થયું ઘરમાં રહીને કે,
ભલે આ કોરોના એક સજા છે,
પણ એમાં પરિવાર સાથે રેહવાની પણ,
કંઇક અલગ મજા છે..