Gujarati Quote in Poem by Sangita Behal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બધું જ લોકડાઉન નથી!*

*સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!*

*ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!*

*પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!*

*પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!*

*પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!*

*વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!*

*સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!*

*કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!*

*સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!*

*પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!*

*ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!*

*જોયું!!!*

*આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!*

*જે છે તે જાણીએ , માણીએ ને વખાણીએ*

*માત્ર મન ને હૃદય લોકડાઉન ન થવા દઈએ*

*વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ*

🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏🙏🙏

Gujarati Poem by Sangita Behal : 111376039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now