તસવીર જોઈ આજે
જુની યાદો ની ખીણમાં સરકી ગઈ હું.
હતી જાખપ ધણી પણ
યાદો નો ભંડાર ખુલ્યા જાણે.
કઈ જુની યાદો થી હોઠ
મારા મલકી ગયા.
અને સાથે થોડા આંખ ના ખુણા ભીના થયા
ધણું છૂટી ગયેલું આજે પાછું સામે આવી ને ઉભુ રહી ગયું ...
આ ખાલી તસવીર નહીં.
પણ જાણે જુની યાદો નું આખું આલ્બમ ખુલી ગયું...