શ્રીમતિ નેહા બહેન દિપેનભાઇના સૌજન્યથી
પ્રાર્થના 🙏
હે ઈશ્વર, આ મહામારી રોક ને
માણસની આ બીજા જીવોને
ખાવાની દાનતને, ટોકને
બધાંય જીવો પ્રત્યે,
દયા ભાવના શીખવને
આ મારું-તારું ભુલાવી
વસુધૈવ કુટુંબમની
ભાવના શીખવને
આ નરસંહાર રોકીને,
મરી ગયેલી માણસાઈને,
ફરીથી, તું જીવિત કરને
નવસર્જન એક દુનિયાનું
સર્જીને સૌને માનવતા શીખવને
ભૂલો અમારી સૌ માફ કરીને,
ફક્ત માંગુ એક તક અમને તું આપને
🙏🏻🙏🏻🙏🙏
Neha Desai, March 26th,2020