#ડિયર_જિંદગી ...!!!
#દેવદૂત ...!!!
દોસ્ત લડી રહ્યાં જે યમદૂત સાથે, દેવદૂત છે મારાં;
ભાઈ,ભાર ભારત નો જેને માથે, દેવદૂત છે મારાં...
કાળમુખો હોય ભલે એ,કાળનોય કાળ કેમ ન હોય;
યમદૂતને અતિક્રમી,અસીમ બળકટ છે દેવદૂત મારાં.
વિપરીત કેમ ન હોય સંજોગ,રોગ ને પણ હરાવશે;
જીવત દાન દેશે દેશને મારાં,એ દેવદૂત છે અમારાં.
વિષધર છે એ,કાળિયાને નાથિયો પણ એણે જ;
કરૂણાનિધાન કૃષ્ણ કરશે કૃપા,દેવદૂત પર અમારાં.
શક્તિ સંચરિત થશે,કૌવત દાખવશે કપરાં કાળે;
ભારત માતા નાં ચીર પુરશે,એજ દેવદૂત અમારાં.
#દેશનાં દેવદૂત...
કૃષ્ણ કૃપાથી જે કાઈ લખ્યું તે આપણાં કટોકટીના દેવદૂતો ને સમર્પિત કરું છું.
આપણે ઘરમાં રહીને કઇ જ ન કરીને અકળાઈ ઉઠીયે છીએ, ત્યારે એમનું શું થતું હશે..? એમનાં પરિવાર કેટલાં ભય નાં ઓથાર માં રહેતા હશે...? કલ્પના કરવી પણ મુશ્કેલ છે...
કોરોના સામે લાડનારાએ તમામના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ, એમને શક્તિ અને સામર્થ્ય આપે...
🙏🙏🙏