આ ખાસ મંત્રથી છોકરીઓની સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ, આવશેચમક
આજના સમયમાં દરેક છોકરીઓ વિચારે છે કે તે સુંદર દેખાય અને સુંદર દેખાવવા યુવતીઓ અવનવા પ્રયાસ કરતી રહે છે. તે સિવાય બજારમાં મળતી ક્રીમો , આર્યુંવેદિક ઔષધિનો ઉપયોગ કરે છે. જેથી તે સુંદર દેખાય પરંતુ શુ તમે જાણો છો કે એક મંત્રથી તમે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી છે. તમે ઇચ્છો તો શાસ્ત્રોનો ઉપયોગ કરીને સુંદરતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ તેના માટે મહિલાઓએ કેટલાક મંત્રોનો નિયમ અનુસાર જાપ કરવો પડશે. આ મંત્રોના જાપથી મહિલાઓ સુંદર દેખાય શકે છે.
આપણા શાસ્ત્રો અને ગ્રંથોમાં અનેક પ્રકારની સમસ્યાનો ઉકેલ જણાવવામાં આવ્યો છે. તેમાથી એક માનવ સમાજની સુંદરતાને વધારવાનું વર્ણન છે. સ્ત્રી હોય કે પુરૂષ દે પણ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા મંત્રોનો જાપ કરે છે તે વ્યક્તિ સુંદર બની જાય છે. શાસ્ત્ર દ્વારા જણાવવામાં આવેલા બે મંત્ર આ રીતે છ.ે
|1| ॐ एँ ह्रीं षोडश मातृकाभ्यो नमः
(2| ॐ એં હ્રીં ષોડશ માતૃકાભ્યો નમ:)
શાસ્ત્રો મુજબ જણાવવામાં આવ્યું છે કે આ મંત્રનો જાપ કરવાથી ચહેરાની સુંદરતામાં ડબલ ચમક આવે છે. પરંતુ આ મંત્રના પણ કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે તે અનુસાર આ મંત્રનો જાપ ગુરૂવારથી આરંભ કરીને સતત 9 દિવસ સુધી કરવો જોઇએ.
આ મંત્રને સવારે કરવો જોઇએ. મંત્રનો જાપ કરવા માટે લાલ આસન પર બેસીને ઉત્તર દિશા તરફ મોં રાખીને આ મંત્રની એક માળા કરવી જોઇએ એવું કહેવાય છે કે નિયમિત આ મંત્રનો જાપ કરવાથી ચહેરા પર ગજબની ચમક આવી જાય છે.