સમજ તું શાણમા
જો સમજ તું શાણમાં તો ના ઝુકાવ માથું પાષાણમાં
કરી બે હાથ ઉંચા લાગી જા તું માનવ કલ્યાણમાં
મળીશ હું તને ક્યાંક તારા જ નિઃસ્વાર્થ કર્મમાં
નથી આવવાનું તારી સહાયે કોઈ બની કલ્કી આ જગમાં
બની જાત સહારો ઊભો થઈ જા પળ ભરમાં
રાખી કાળજે લોહ ને સંયમ ધરજે મનમાં
બની તું માનવતાનો ઉદ્ધારક લળી લે જે યુગે યુગમાં
જો સમજ તું શાણમાં તો ના માનતો માનતામાં
બનાવી મક્કમ હ્રદય ઉભો થઈ જા પળ ભરમાં
હરાવી દે સમસ્યાના પહાળ ને ક્ષણ ભરમાં
હા , ના ભુલતો તું ગીતા,કુરાન, બાઈબલના શબ્દો ને
એ લઈ જશે જરુર મોક્ષ કેરા માર્ગમાં
પણ એ માર્ગની શોધમાં ના ફસાતોતું મંદિરો,મજ્જિતો ના જાળમાં
છે જરુર શીક્ષણ, આરોગ્યની આ યુગમાં
નથી આપતી કોઈ દાન પેટી એક પૈસો પણ દાનમાં
જો સમજ તું શાણમાં તો ના મુક્તો પગ મંદિરમાં
Dip@li