Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

These Signs Indicate That You Will Get Money

સવારે ઉઠતાં જ આવું થાય તો, સમજી જાઓ કે સારા દિવસો નજીક છે

ભવિષ્યમાં ઘટતી કોઈ પણ સારી અથવા ખરાબ ઘટનાઓ વિશે આપણને કોઈ ન કોઈ સંકેત ચોક્કસ મળતા હોય છે, પરંતુ તેની ઉપર આપણે ક્યારેક ક્યારેક ધ્યાન નથી આપતા. આજે આપણે વાત કરીશું 10 એવા શુભ સંકેતો વિશે જેને ઓળખીને તમે સમજી શકો છો કે પૈસા આવવાના છે.

1. જો તમારા શરીરના જમણા ભાગમાં ખંજવાળ આવતી હોય તો સમજી લેવું કે પૈસા આવવાના છે.

2. લેવડ-દેવડ કરતી વખતે જો તમારા હાથમાંથી પૈસા છૂટી જાય, તો સમજી લેવું કે ધનલાભ થઈ શકે છે.

3. સવારે ઉઠતા જ કોઈ ભીખારી માંગવા આવે તો સમજી લેવું કે તમારા દ્વારા આપવામાં આવેલા ઉધાર પૈસા માગ્યા વિના જ પાછા મળવાના છે, એટલે ભીખારીને પોતાના દ્વારેથી ક્યારેય ખાલી હાથ પાછા ન મોકલવા જોઈએ.

4. ગુરૂવારના દિવસે સવાર-સવારમાં કુંવારી કન્યા પીળા વસ્ત્રો પહેરીને દેખાઈ તો સમજી લેવું કે પૈસા આવવાના છે. આ પૈસા આવવાના શુભ સંકેત છે.

5. શુક્રવારના દિવસે કેસરી રંગની ગાયના દર્શન થાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી સાથે આવું થતું હોય તો સમજી લેવું કે અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

6. દિવાળીના દિવસે કોઈ કિન્નર તૈયાર થઈને દેખાઈ તો સમજવું કે ચોક્કસ ધન પ્રાપ્ત થશે. આ ધનલાભ અપ્રત્યાશિત રીતે થાય છે.

7. દિવાળીમાં પૂજનના સમયે જો બિલાડી દેખાઈ તો સમજી લો કે સાક્ષાત્ માતા લક્ષ્મીના દર્શન થઈ ગયા છે. હવે ધનની ક્યારેય અછત નહી થાય.

8. જો તમે ધન સંબંધિત કામથી બહાર જવા કપડાં પહેરી રહ્યા હોવ અને તે સમયે તમારા ખિસ્સાંમાંથી પૈસા પડી જાય, તો આ સંકેત તમને ધનલાભ કરાવશે એવું જ સમજવું.

9. ક્યાંક જતી વખતે નોળિયાનું દેખાવું અથવા રસ્તો કાપવો શુભ સંકેત માનવામાં આવે છે. નોળિયો દેખાવો ધનલાભના સંકેત હોય છે. જો તમે સુઈને ઊઠ્યા હોવ અને એ જ સમયે નોળિયો દેખાય જાય તો ગુપ્ત ધન મળવાની શકયતા રહે છે.

10. ઘરથી નીકળતી વખતે જો કોઈ સૌભાગ્યવતી મહિલા હાથમાં પૂજાની થાળી લઈને મળી જાય તો સમજી લો કે અચાનક ક્યાંકથી ધન આવવાના સંકેત છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઉપરોક્ત જણાવેલા સંકેતોનું સંયોગથી થવું જરૂરી છે. જાણી જોઈને બનાવેલા આવા સંયોગથી આવું થવુંની શક્યતા અશક્ય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111375041
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now