કંઈ ખાસ નહોતું એનામાં,
છતાં પણ મને એ ગમતી હતી,
ગુલાબની એક ડાળી જોઇ એને,
એના તરફ નમતી હતી.
સુરજ જોને આજે સંતાવા લાગ્યો છે,
કારણ સામે એ ઝળહળતી હતી.
ચોમાસુ તો નહોતું,
તેમ છતાં વાદળ જેમ વરસતી હતી.
કોયલ જેવો ટહુકાર તો ન હતો,
તેમ છતાં ગીત કોઈ ગણગણતી હતી.
મને પૂછે હું કેવી લાગુ,
ત્યારે તો વાત મારી આડે પાટે ચડતી હતી.
એની આમજ હસી નાખવાની આદત,
મને પણ હસાવતી હતી.
કંઈ ખાસ નહોતું એનામાં
તેમ છતાં હ્ર્દયમાં કેમ રમતી હતી.
ખબર નહીં કેમ મને એ ગમતી હતી.