Gujarati Quote in Poem by Afsana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંતરમનની વાતો જાણે અદ્ભુત મારા મિત્રો છે,
રખડાવે જે સાથ પરાણે અદ્ભુત મારા મિત્રો છે.

સો ટકા જૂઠી મારી વાતો ને મારી સૌ ડંફાસો,
તેમ છતા મારો પક્ષ તાણે અદ્ભુત મારા મિત્રો છે.

રોગો ભાગે દુર મારાથી જ્યારે તેનો સાથ મળે છે,
દોડી આવે જે ખરે ટાણે અદ્ભુત મારા મિત્રો છે.

નિંદા મારી કરનારાને દૂર ભગાડે એ શક્તિથી,
જેવી એકલવ્યના બાણે અદ્ભુત મારા મિત્રો છે.

ગર્લફ્રેન્ડ તેની જો નીકળે તો મૌન અમારે રેવાનું,
જો બોલો તો મારે પાણે અદ્ભુત મારા મિત્રો છે.

એકમેકથી અમે છીએ પૂરા એકબીજા વિણ સાવ અધુરા,
આ પળનો જે આનંદ જાણે અદ્ભુત મારા મિત્રો છે.

આજ લગી ટપ્પઓને રડતા ના જોયા, હું નથી તો,
બેસી રોજ રડે શમશાણે અદ્ભુત મારા મિત્રો છે.

#પક્ષ

Gujarati Poem by Afsana : 111374804
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now