શીર્ષક :છેલ્લો પ્રેમ પત્ર
મારી વ્હાલી પ્રેમિકા,
ફોર્માલિટી ની સાથે લેટર શરૂ કરું છું એટલે પૂછી લવ છું કે કેમ છે તું?
મને ખબર છે મારાં ગયા પછી તું સેજ પણ મજા માં નથી, અને હું? હું પણ તારી જેમ જ તારી વગર જુરુ છું,
તને થતું હશે કે પ્રેમી તને ભૂલી એની લાઈફ માં વ્યસ્ત થઈ ગયો પણ મારી વ્હાલી મારાં દિલ ની વ્યસ્તતા તે આપેલા સ્પન્દનો ની અનુભૂતી છે અને મારાં મગજ ની વ્યસ્તતા તને વિચારતા રેહવું એ છે,
આ પત્ર અચાનક જ લખી રહ્યો છું, તું ખુબ યાદ આવી મને, તારી વાતો, તારો મારી માટે નો ઝરણાં ના ધોધ જેવો નિર્મળ, પવિત્ર, અને ધસમસતા પ્રવાહ જેવો પ્રેમ જેમાં વહી ને હું બસ તારો થતો થતો તારી અંદર સમાય ગયો જેમ ઝરણું વહેતુ વહેતુ નદી માં સમાય જાય
કેટ કેટલી વાતો અને આમ આખી આખી રાતો, તારું મળવું અને મને મળવા માટે કેહવું, તારું મને આમજ ભૂલ થી અડવું અને હાથ માં હાથ નાખી ને નિરાંતે બેસવું, હું એમ વિચારી મારો હાથ સરકાવતો કે કદાચ તને કંઈક નેગેટિવ વિચાર તો નહીં આવે ને મારાં વિષે? અને ત્યારે જ તારું હળવે થી મારાં હાથ ને રોકી લેવું, તારા હાથ થી અલગ ન થવા દેવું,
કેવી હતી એ ઘડીઓ, કેવો વહી ગયો એ વખત,
તને જોવા ની ઉત્સુકતા, તને સાંભળવા ની ઉત્કંઠા, તું onlin હો અને મારી સાથે ને હો ત્યારે તારી પર ખુબ વિશ્વાસ હોવા છતાં એકજાત ની બીક, રસ્તા પર મારી કાર ની સાથે ફરતી મારી નઝર તને જ શોધ્યા કરે, તને કેમ કરી ને પામીશ અને ક્યારે? એવો એક જવાબ વગર નો સવાલ,
ના !ના !હું નથી ભુલ્યો તને, તું હજી પણ મારી રૂહ ની સાથે એકાકાર થઇ જીવે છો બસ એજ કેહવા નું મન થયું અને લખવા બેસી ગયો... પણ... પણ...?
ક્યાં છો તું? ક્યાં મોકલું તને આ મારાં અંતર નો અવાજ જે લોહી ની સિયાહી થી મેં કાગળ પર ઉતાર્યો,
મને ક્યાં ખબર હતી કે આમ અચાનક જ તું મને ખરેખર એકલો કરી જઈશ,
મેં તો તને મારાં થી દૂર થવા માત્ર તારી ઇઝ્ઝત નો વિચાર કરી જ કહેલું, અને ત્યારે !ત્યારે તુ મને એવુ કેહતી ને કે મારાં વ્હલા પ્રેમી !તારા કેહવા પર હું મારી લાગણી ઓ ને કેદ કરી તારા થી ઓઝલ થઇ જઈશ, કેમ કે તારા થી દૂર થવું એ તો અશક્ય જ છે,
મને ક્યાં ખબર હતી કે તું હસ્તી, રમતી, ગુસ્સો કરતી, મને ખીજાતી, વારંવાર સ્ટેટ્સ બદલતી, મારી વિષે વાર્તા અને કવિતા ઓ લખતી, આમ મને ખરેખર એકલો કરી જઈશ
આજ તને ગયે કેટલો સમય થઇ ગયો આ દુનિયા માં થી, હજી પણ ત્યાં થી નીકળું છું જ્યાં તું સૂતી છો તો નહીં સમજાય તને શું સ્થિતિ થાય છે મારી,
કેમ કરી મેં તને પરાણે દૂર મારાં થી,?
આમ આવી રીતે વાયદા તોડી નીકળી ગયી તું બધા બન્ધનો માં થી......
ખુબજ યાદ આવે છે તારી, ક્યાં શોધું તને..
મારી વહાલી પ્રેમિકા...
ક્યાં જઈ સાદ કરું તને?
તારો થઇ ચુકેલો પણ પામી ન શકેલો પ્રેમી
અસ્મા લાખાણી
ભાવનગર