આખ્ખી દુનિયા ઘરમાં બેઠી,ને તું રખડે બ્હાર ?
કોરોનાથી મરવા માટે થઈ જાજે તૈયાર.
પંદરનો તું માવો(મસાલો) ખા ને પંદરસોનું થૂંકે !
તારા જેવાં મળી જાય તો વાયરસ એને મૂકે ?
તરત જ ચાલુ કામ કરી દે એમાં શેની વાર ?
આખ્ખી દુનિયા ઘરમાં બેઠી ને તું રખડે બ્હાર ?
કૃષ્ણ દવે.