વિચારવા જેવું છે
*વાહ કુદરત*
*ગજબ ખેલ ખેલ્યો છે!*
*ગણતરીનાં દિવસોમાં માણસની બધી અવળચંડાઇ ઉપર કાબુ મેળવી લીધો!*
*કરોડોનાં ખર્ચે ઊભા કરેલા રોડ-રસ્તા, ટ્રાન્સ્પોર્ટ સુવિધા, બસ પરિવહન, રેલ્વે, હવાઇ જહાજ કાંઇ કામના જ નહી!*
*ચાર મહિનાથી માનવ પ્રજાતિને બાનમાં લઇને કુદરતે આડકતરી રીતે કહી દીધું કે: "આ પૃથ્વી તમામ જીવોની સહિયારી મિલ્કત છે; એકલા મનુષ્ય માટે નથી."*
*અને; મારૂ-તારૂ, કોમર્શિયલ, રેસીડેન્શિયલ, એગ્રીકલ્ચરલ, ગામતળ-સીમતળ, મારૂ ઘર, મારી દુકાન, મારૂ ખેતર, મારી ફેક્ટરીમાં રાચતા મનુષ્યે નાના-નાના ટુકડાઓ જે અભયારણ્ય ઘોષિત કર્યા હતા એના પર પણ તરાપ મારી*
*કુદરતે હસીને કીધુ કે: "બાળકો, મારા માટે તો આખીય સૃષ્ટિ હજુ અભયારણ્ય જ છે."*
*આભાર માનો કે આ વાઇરસ હવાથી કે પાણીથી ફેલાતો નથી. હાથ જોડો કુદરત સામે, કેમ કે બીજા કોઇ પ્રાણી/પક્ષીને હજુ સુધી આ વાઇરસનાં કેરિયર બનાવ્યા નથી. જો આવુ થાય તો ક્યાં ક્યાં ડૂચાં મારવા જઇ શકશે માણસ ?*
*આ વાઇરસ માત્ર માણસથી માણસમાં જ ફેલાય છે એ વાત જ સૂચક છે કે માણસે હવે પ્રકૃતિનાં નિયમો વિરૂધ્ધની પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઇએ.*
*જો હજુ પણ મનુષ્ય મનમાની ચાલુ રાખશે તો કુદરતની થિયરી બહુ સરળ છે: Struggle for Existence અને Survival of the Fittest!*
*કુદરતને ગણતરીનાં સમયમાં માણસને પૃથ્વી ઉપરથી લુપ્ત કરી દેતા વાર નહી લાગે!*