માનવતા ખોવાઈ ગઈ.
છેલ્લા કેટલા સમયથી કોરોના નામનો શેતાન દુનિયામાં પરિભ્રમણ કરી રહ્યો છે. ઘણા દેશ એનાથી ગંભીર છે તો એકાદ દેશ તને મજાકમાં લઈને જિંદગી હાસ્યાસ્પદ કરી નાખી છે.
પણ આ વાત ખાસ નથી ખાસ વાત તો એ છે કે,જ્યારથી આ રોગ ભારતમાં પોતાના પગ પસારી રહ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ એ બાબતે ગંભીર નથી કે આ રોગ કેવો છે અને કેવી રીતે અસર કરે છે. હું કહું તો ભારતમાં 40% નશાખોર,જેમને પોતાના જ વિશે કશુ જ્ઞાત નથી હોતું,બીજા 40% ભણેલા ગણેલા યુવાન જેમનું હાલ તો ચઢતું લોહી છે,અને ટેક્નોલોજીનો ફુલ સપોર્ટ છે. એટલે આવા લોકો પર જરા પણ વિશ્વાસ રાખવો એ સમાજ અને સંબંધો માટે,ખુબ હાનિકારક છે.
બાકી રહ્યા 20% લોકો જેમાં ગરીબ ,અમીર, જ્ઞાની લોકો જે બધું સમજે છે,જાણે છે એ લોકો પોતાનું ન વિચારીને એવા લોકોનું વિચારે છે જેમને રહેવા ઘર નથી કે બે વખતનું જમવા માટે પૂરતું ભોજન નથી મળતું આવા લોકોની સેવા કરવા પોતાના જીવનનો પણ ખ્યાલ નથી રાખતા અને સેવા કરવા દિવસ રાત,એક કરી નાખે છે.
પણ પણ જે કામ જેનું છે એ લોકો ફક્તને ફક્ત બસ વાતો કરવામાં જ રહ્યા છે. એક ડૉ દંપતી દર્દીયો ની સેવા કરીને થોડોક સમય હાસ્કારો ખાવા પોતાના ઘરે આવે છે,તો તેમને ઘરે આવવાની મનાઈ કરનાર તેમના જ પાડોશીઓ ધમકી આપે છે,કારણ શું? એટલું જ કે તે લોકો હોસ્પિટલથી આવ્યા છે.
ત્રણ દિવસથી સતત કોરોના કેસ પોસિટીવ આવી રહ્યા છે, ત્યારે પ્રસાસન દ્વારા લેવામાં આવેલા લોકડાઉનના નિર્ણયનો ભંગ કરી ઘણા અકલમઠાઓ બહાર નીકળી પડે છે,જાણે લોક મેળો યોજાય રહ્યો હોય એવી રીતે ભીડ ભેગી કરીને પોલીસ જવાનોની મર્યાદા ભંગ કરી લાઠી ચાર્જ કરવા મજબુર કરે છે. બહાર ફરવા નીકળતા લોકોને જયારે પૂછવામાં આવે ત્યારે એ લોકો એવું કહે છે કે અમે પાન મસાલા સિગારેટ લેવા માટે આવ્યા હતા. જોકે પાન ના ગલ્લાને સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ મ્યુનિસિપલ કમિશ્નરનો હતો. છતાં ઘણા બુદ્ધિ વગરના તેની જ લાલસામાં બહાર નીકળીને લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે.
નબીરા લોકોના આવા વહેવારના કારણે એવા લોકો દુભાઈ છે જેમને ટક લાવું ને ટક ખાવાનું હોય છે પોલીસ કશું નથી જોતી કોણ છે કેવા છે કારણ કે એમને એવા લોકો જ વધુ ભટકાતા હોય છે જે લોકો અકારણથી બહાર લટાર મારવા નીકળી પડતા હોય છે.
ખાસ અપીલ:-આપ સહુ સમજદાર અને માનવતાવાદી છો,આપ સહુનું દુઃખ દર્દ સમજી શકો છો. આપ ધારો તો ઘણા લોકોની સહાય કરી શકો છો. તો એક પહેલ આપના તરફથી થઇ જાય કે જે લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી નથી શકતા અને ભૂખથી તડપે છે. એમની સહાય કરવા માટે આગળ આવો એજ મારી અપીલ છે આપ સહુને.
🙏🙏🙏લોક સેવા એજ પ્રભુ સેવા🙏🙏🙏
દિનેશ,પરમાર"પ્રતીક"