*ફડફડાટ..*
જંગલમાં ભરાઈ સભા
ચાર માનવી કેમ ન ભેળા..
સૌથી નાની કીડીબાઈ
કંઈક ફેલાયો ડર..
કચરામાં પણ દવા ગંધાય..!
સસારાણા બોલ્યા
કંઈક ફેલાયો ડર
વારંવાર હાથ ધોવાય...!
હાથીભાઈ બોલ્યા
કંઈક ફેલાયો ડર
મોઢે બુકાની બંધાય..!
વાઘભાઈ બોલ્યા
કંઈક ફેલાયો ડર
માણસ માણહથી ગભરાય...!
બધા પ્રાણી બોલ્યા
કંઈક ફેલાયો ડર
સૌ સૌ પોતપોતાના મય...!
શિયાળભાઈ બોલ્યા
કોરોના નો ચેપી રોગ
માંસાહારી માનવને થાય..!
સિંહે કરી ગર્જના બોલ્યા
વનની આજુબાજુ બાંધો
વાડા બંધી નહિતો સમજો
આ માનવને ભક્ષી ગયો રોગ
જો તે પ્રવેશ્યો વનમાં તો...!
નરભક્ષી *કોરોના*
ભક્ષી જશે આપણને..
ચાલો કરો ઉપાય..!
આમ જંગલોમાં પણ
ભાઈ *ફડફડાટ* ગયો ફેલાય..!
જયશ્રી પટેલ
૨૧/૩/૨૦૨૦