#કોરોના
#ભટકવું હવે આસાન છે,
રસ્તા અહીં સુમસામ છે,
કાતિલ નીરવ શાંતિ છે ચારેકોર,
દિલનો થડકાર ચોખ્ખો સંભળાય છે,
ઉમટટો મેહરામણ જ્યાં,
એ ગલીઓ હવે સુની ભાસે છે,
"અહીં ના કર્યા અહીં જ છે",
એ કહેવત સાચી પાડે છે,
"હાથ ના કર્યા હૈયે વાગ્યા ",
એવુ હવે લાગે છે,
"પડે એ જે ખોદે ખાડો",
વાત રમત એ લાગતી હતી,
પડી ખાડામાં હજુ પણ ભૂલ મારી સમજાતી નથી,
" અદ્રશ્ય લાકડી વાગી,"
જે નરી દેખાતી નથી,
તોય ગુરુર હજુ મારૂ ભાગંતુ નથી,
"પોષતુ તે મારતું ",
કહે છે લોકો અહીં,
પણ" વાડે ચીભડા ગળ્યા ", શું કામ, કહેતું નહીં કોઈ અહીં.